Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સાણંદ નગરપાલિકાએ વર્ષ 2019માં રૂ.1.39 કરોડના ખર્ચે તીસરી આંખ સમાન સીસીટીવી કેમેરા રાજમાર્ગો, બજાર, હાઇવે વિસ્તાર ઉપર લગાવ્યા હતા અને જાહેરમાં ગંદકી, ટ્રાફિક તેમજ ગુનાખોરી ડામવાની વાત પાલિકાએ કરી હતી. પરંતુ હાલ આ વાત માત્ર કહેવા પૂરતી હોય તેમ તંત્રની બેદરકારીને કારણે બનીને ઉભી રહી છે. છેલ્લા 5 મહિનાથી 53 સીસીટીવી કેમેરામાંથી માત્ર 4 જેટલા જ કેમરા ચાલુ છે, જ્યારે 49 કેમેરા સદંતર બંધ હાલતમાં હોવાના કારણે પ્રજાના પૈસા પાણીમાં જવા પામ્યા છે.

સાણંદ શહેર હાલ દિન પ્રતિદિન વિકસિત થઇ રહ્યું છે. સાણંદમાં ઔધોગિક એકમો પણ સ્થાપિત થઈ રહ્યા છે. સાથે સાથે શહેરમાં વસવાટ કરતાં લોકોની સંખ્યા પણ વધી છે વળી દિનપ્રતિદિન વાહન ચાલકોની અવરજવર વધી છે. ગત 25 સપ્ટેમ્બર 2019ના રોજ સાણંદ પાલિકાએ રુ.1.39 કરોડના ખર્ચે શહેરના સોમનાથ બસ સ્ટેન્ડ, સુવિધા ચાર રસ્તા, કાણેટી પાંચ રસ્તા, ઘોડાગાડી સ્ટેન્ડ, દાણા બજાર, ટપાલ ચોક,હોળી ચકલા, બસ સ્ટેન્ડ, નળ સરોવર ત્રણ રસ્તા, ગઢિયા ચાર રસ્તા, પોલીસ સ્ટેશન, વિવેકાનંદ સોસા,બાયપાસ ટીપી 5, નાળાની ભાગોળ, શાકમાર્કેટ, કોલટ રોડ બાપાસીતારામ મઢુલી, એકલિંગજી રોડ સહિત વિસ્તારોમાં 49 બુલેટ સીસીટીવી કેમેરા અને 4 PTZ કેમેરા મળી કુલ 53 કેમેરા લગાવ્યા હતા.

પરંતુ સાણંદ નગર પાલિકા તંત્રની ઉદાશીનતાને કારણે કેમરાની યોગ્ય માવજત ન થતાં આ અલગ અલગ સ્થળોના કુલ 49 કેમેરા છેલ્લા 5 માહિનાથી બંધ હાલતમાં છે. અગાઉ પણ 12-12 મહિનાઓ સુધી કેમરા બંધ રહેતા શહેરના અગ્રણીઓએ રજૂઆત કરતાં પાલિકા તંત્રએ એક વર્ષ પહેલા જ રૂ.18 લાખના ખર્ચે બંધ કેમરાને રિપેરિંગ કરી ચાલુ કરવા અંદાજે ૧૮ મહિનાનો કોન્ટ્રાકટ આપ્યો હતો છતાં પણ કેમેરા બંધ રહેતા તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે.