ચીન બોર્ડર પર તહેનાત ITBP જવાનોને હવે હથિયાર વિના લડવાની તાલીમ આપવામાં આવી રહી છે. 44 અઠવાડિયા સુધી ચાલનારા આ તાલીમ અભિયાનમાં જવાનોને 15 સ્ટેપ શીખવવામાં આવશે. જેના કારણે પ્રશિક્ષિત જવાન વાવાઝોડું, હિમપ્રપાત અને ઓક્સિજનની અછત જેવી પરિસ્થિતિઓનો પણ સામનો કરી શકે છે.
સરહદ પર 90 દિવસથી વધુ સમય માટે કોઈ તહેનાતી નહીં
રિપોર્ટ અનુસાર ટ્રેનિંગ દરમિયાન સૈનિકોને જુડો, કરાટે, ક્રાવ માગા અને જાપાનીઝ માર્શલ આર્ટ શીખવવામાં આવશે. તેનો હેતુ છરી અથવા લાકડીઓથી સજ્જ ચીનના સૈનિકોનો સામનો કરવાનો છે. જ્યારે, તાલીમ પછી, જવાનને માત્ર 90 દિવસ માટે સરહદ ચોકી પર તહેનાત કરવાનું આયોજન છે.
નાવી હતી અન-આર્મ્ડ કોમ્બેટ સ્ટ્રેટેજી
ગલવાન ખીણમાં હિંસક અથડામણ પછી 2021માં ITBPના તત્કાલીન મહાનિદેશક, સંજય અરોરાએ અન-આર્મ્ડ કોમ્બેટ સ્ટ્રેટેજી ઘડવાનો નિર્દેશ આપ્યો હતો. વાસ્તવમાં, કરાર હેઠળ ચીન સરહદ પર ફાયર આર્મ્સનો ઉપયોગ કરી શકાતો નથી. એટલા માટે ત્યાં સૈનિકો લાકડીઓ અને ડંડા લઈને જ મોનીટરીંગ કરે છે.
વર્ષ 2020ની એપ્રિલ- મે માં ચીનના ઈસ્ટરેન લદાખના સરહદી ક્ષેત્રમાં એક્સરસાઈઝના બહાને જવાનોને એકઠા કર્યા હતા. ત્યારબાદ અનેક જગ્યાએ ઘુસણખોરીની ઘટનાઓ બની હતી. ભારત સરકારે પણ આ વિસ્તારમાં ચીનની બરાબર સંખ્યામાં સૈનિક તહેનાત કર્યા હતા. સ્થિતિ એટલી ખરાબ બની ગઈ હતી કે 4 દાયકા કરતા વધુ સમય બાદ LAC પર ફાયરિંગ થયું. આ દરમિયાન 15 જુને ગલવાન ઘાટીમાં તીનની સેનાની સાથે થયેલી અછડામણમાં 20 ભારતીય સેનાના જવાનો શહીદ થયા હતા.
અમેરિકન અખબાર 'ધ ક્લેક્સને' તેના એક તપાસ અહેવાલમાં આ અથડામણનો ખુલાસો કર્યો છે. આ અહેવાલ મુજબ પૂર્વી લદ્દાખમાં બંને દેશોના સૈનિકો વચ્ચેના હિંસક સંઘર્ષમાં ચીનના 38 સૈનિકો માર્યા ગયા હતા. ચીને માત્ર કબૂલ્યું હતું કે ગાલવાનમાં તેના ચાર સૈનિકો માર્યા ગયા હતા.