Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકન સ્પેસ એજન્સી નાસા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને સુરક્ષિત રીતે ઉતરાણ કરવાના રસ્તાઓ શોધી રહી છે. નાસા આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે, કારણ કે સહેજ પણ ભૂલ પૃથ્વી પર વિનાશનું કારણ બની શકે છે. નાસાની એરોસ્પેસ સેફ્ટી એડવાઈઝરી પેનલે કહ્યું કે સ્પેસ સ્ટેશનને એવી રીતે ડીઓર્બિટ કરવાની યોજના બનાવાઈ છે કે જેનાથી ધરતી પર કોઈ જાનહાનિ ન થાય. સ્પેસ સ્ટેશનને ડીઓર્બિટ કરવાની નવી પદ્ધતિને ‘સ્પેસ ટગ’ તરીકે ઓળખવામાં આવે છે. તે એક અવકાશયાન છે જેનો ઉપયોગ અવકાશ પદાર્થોને એક ભ્રમણકક્ષામાંથી બીજી ભ્રમણકક્ષામાં સ્થાળાંતરિત કરવા માટે થાય છે, એજન્સીએ બાઈડેન પ્રશાસનને તેનું સ્પેસ બજેટ વધારવા કહ્યું છે.


લગભગ 10 વર્ષ પહેલાં આઈએસએસએ અવકાશમાં પોતાનું જીવન પૂર્ણ કર્યું હતું. નવેમ્બરમાં આઈએસએસ ભ્રમણકક્ષામાં કાર્યનાં 25 વર્ષ પૂર્ણ કરશે. એરોસ્પેસના સુરક્ષા સલાહકારે પોતાની બ્રીફિંગમાં કહ્યું કે જ્યારે આઈએસએસનો છેલ્લો દિવસ આવશે ત્યારે તેને નિયંત્રિત કરવું સરળ નહીં હોય. તેથી, સમય પહેલાં તેને ડીઓર્બિટ કરવાની યોજના બનાવાઈ રહી છે. નાસાએ અહેવાલ આપ્યો કે તે 2031 સુધીમાં આઈએસએસને નિવૃત્ત કરવા માંગે છે, પરંતુ સુરક્ષિત નિવૃત્તિ સુનિશ્ચિત કરવા માટે આઈએસએસને તેના ઉતરાણ દરમિયાન માર્ગદર્શન આપવા માટે ચોક્કસ ગણતરીઓની જરૂર પડશે.