Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સમાજમાં વધુ એક કલંક રૂપ ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવકા ભાઈએ તેની સગીર વયની બહેન પર એકલતાનો લાભ લઈ ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


સાવકા ભાઈએ તેની સગીર વયની બહેન સાથે દુષ્કર્મ આચર્યું
પ્રાપ્ત વિગત મુજબ, મૂળ બોટાદ જિલ્લાના અને હાલ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વ્યક્તિએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તેના જ પુત્ર વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું છે કે, પોતે 5 ધોરણ સુધી અભ્યાસ કરેલ છે અને હીરા ઘસવાનું કામ કરે છે. તેમના લગ્ન થયા બાદ પ્રથમ પત્નીનું અવસાન થયાના દોઢ વર્ષ બાદ બીજા લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન જીવનમાં સંતાનમાં એક પુત્ર અને બીજા લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક પુત્રી છે જેની ઉંમર 17 વર્ષ અને 1 માસની છે.

મને થોડા સમયથી પગમાં દુખાવો થતા રાજકોટ અને ભાવનગર બે જગ્યાએ હોસ્પિટલમાં દેખાડવામાં આવતા તબીબોએ ગોળાના ઓપરેશન કરાવવાની સૂચના આપી હતી દરમિયાન અમે ભાવનગર હોસ્પિટલ ખાતે ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું હતું અને હું પત્ની પુત્ર અને પુત્રી ઓપરેશન કરાવવા ભાવનગર ગયા હતા. બાદમાં પત્ની પુત્ર અને પુત્રી રાજકોટ આવ્યા હતા. એ પછી 9 જુલાઈ થી 27 જુલાઈ દરમિયાન અમારા રાજકોટના ઘરે મારો પુત્ર અને પુત્રી એકલા રહેતા હતા અને પત્ની મારી દેખરેખ માટે અમારા વતન બોટાદ જિલ્લામાં આવી હતી.