અમેરિકાના 80 વર્ષીય રાષ્ટ્રપતિ જો બાઇડેન થોડા દિવસો પહેલા પરિવાર સાથે રજાઓ ગાળવા ડેલવેર ગયા હતા. અહીંના એક બીચ પર બાઇડેનની શર્ટલેસ તસવીરો વાયરલ થઈ રહી છે. એએફપી અનુસાર, બાઇડેનનું ડેલવેરના રેહોબોથમાં ફાર્મહાઉસ છે. તે નજીકના બીચ પર સનબાથ કરી રહ્યા હતા, ત્યારે એક પત્રકારે તેમની તસવીરો લીધી.
ફોટામાં, બાઇડેન બ્લૂ સ્વિમિંગ ટ્રંક્સ, બ્લૂ ટેનિસ શૂઝ, બેઝબોલ કેપ અને સનગ્લાસ પહેરેલા જોવા મળે છે. આ દરમિયાન તેમની પત્ની જીલ બાઇડેન અને 22 વર્ષની પૌત્રી ફિનેગન પણ તેમની સાથે હાજર હતા. જો કે આ દરમિયાન તેમનો પુત્ર હન્ટર બાઇડેન તેમની સાથે ન હતો.