ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા છે. એક સમયે ટીમે 144 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ અહીંથી રવીન્દ્ર જાડેજા અને લોકલ બોય રવિચંદ્રન અશ્વિને 195* રનની ભાગીદારી કરી હતી. અશ્વિને હોમ ગ્રાઉન્ડ પર સદી ફટકારી હતી, જ્યારે જાડેજા 86 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.
પ્રથમ દિવસે ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 56 રન, રિષભ પંતે 39 રન અને કેએલ રાહુલે 16 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને વિરાટ 6-6 રન બનાવીને આઉટ થયા હતા, જ્યારે શુભમન ગિલ પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 4 વિકેટ લીધી હતી. મેહદી હસન મિરાજ અને નાહિદ રાણાને 1-1 સફળતા મળી હતી. આવતીકાલે સવારે 9:30 કલાકે બીજા દિવસની રમત શરૂ થશે.