Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત જો આગામી 7 વર્ષ સુધી સતત 6.7%નો આર્થિક વૃદ્ધિદર નોંધાવે તો ભારત અત્યારના $3.4 ટ્રિલિયનના અર્થતંત્રથી વર્ષ 2031 સુધીમાં $6.7 ટ્રિલિયનની ઇકોનોમી બની શકે છે. પરંતુ વૈશ્વિક સ્લોડાઉન તેમજ RBI દ્વારા વ્યાજદરોમાં વધારાની ધીમી અસર ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રોથને 6 ટકા સુધી મર્યાદિત કરી શકે છે તેવું S&Pએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે.

S&P ગ્લોબલ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી પૌલ ગ્રૂનવાલ્ડ અને ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી ધર્મક્રિતી જોશી અને S&Pના મુખ્ય અર્થશાસ્ત્રી રાજીવ વિશ્વાસ દ્વારા તૈયાર કરાયેલા સંયુક્ત રિપોર્ટ અનુસાર ભારત નાણાકીય વર્ષ 2024 થી નાણાકીય વર્ષ 2031 સુધીમાં 6.7 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. જેને કારણે ભારતની ઇકોનોમી નાણાકીય વર્ષ 2023ના $3.4 ટ્રિલિયનથી વધીને $6.7 ટ્રિલિયન પર પહોંચશે. મૂડી દીઠ જીડીપી વધીને લગભગ $4,500એ પહોંચશે.

આગામી સમયમાં ભારત માટે જે મુખ્ય પડકાર રહેશે તે અસંતુલિત ગ્રોથને ઉચ્ચ અને વધુ સ્થિર ટ્રેન્ડ તરફ લઇ જવાનો રહેશે. આગામી સમયમાં મૂડી એકત્રીકરણ પણ ભારતીય અર્થતંત્રને વેગ આપવામાં મદદરૂપ થશે તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ વધુ રોકાણને કારણે પણ અર્થતંત્રને વેગ મળી શકશે. ખાસ કરીને નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ગ્રોથ વધુ ઝડપ પકડશે.

ભારતના ગ્રોથ માટે મેન્યુફેક્ચરિંગમાં રોકાણ જરૂરી
આગામી દાયકા અને ત્યારબાદ જે સૌથી મોટો પડકાર રહેશે તે સતત વૃદ્ધિ માટેની પરિસ્થિતિ ઉભી કરવાનો રહેશે અને તેને હાંસલ કરવા માટે સંભવત: 3 મુખ્ય ક્ષેત્રોમાં માળખાકીય સુધારાની જરૂર પડશે. તેમાં ખાસ કરીને શ્રમ સહભાગિતા વધારવી, ખાસ કરીને મહિલાઓમાં કૌશલ્યને પ્રોત્સાહન આપવું, ઉત્પાદનમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવું તેમજ FDI દ્વારા બાહ્ય સ્પર્ધાત્મકતાને વેગ આપવા જેવા પરિબળો સામેલ છે.