Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

શહેરની ભાગોળે આવેલ માધાપર વિસ્તાર આજે રાજકોટ શહેરમાં ભળ્યાને ત્રણ-ત્રણ વર્ષ જેટલો સમય થયો છતાં આ વિસ્તારની ઘણી સોસાયટીઓમાં રહેતા પરિવારો પાયાની સુવિધાથી વંચિત છે. આ વિસ્તાર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી છે અને વપરાઈ છે આમ છતાં વરસાદ થંભી ગયા બાદ પણ કાદવકીચડમાં ચાલવા રહેવાસીઓ મજબૂર છે. માધાપરની બેકબોન રેસિડેન્સી અને આસપાસના વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં હોવાથી માત્ર બે-ત્રણ ઇંચ વરસાદમાં જ આ વિસ્તારમાં સતત અઠવાડિયા સુધી પાણીનો ભરાવો રહે છે.

વરસાદ રહી ગયાના 15 દિવસ પસાર થઇ ગયા છતાં આજુબાજુના ખાલી રહેલા પ્લોટમાં ભરાયેલું પાણી આ વિસ્તારમાં સતત વહેતું રહે છે. જે બાબતની રજૂઆત કરવા જતાં વરસાદી પાણી ઉપર પથ્થરો અને માટીની લેયર નાખી બુલડોઝર ફેરવી દેવાય છે. પરિણામે જ્યારે ફરીવાર વરસાદ પડે છે.

ત્યારે આ માટી એટલી બધી ચીકણી બની જાય છે કે આ વિસ્તારમાં રહેતા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને શાળાએ આવતી જતી વખતે અહીં અકસ્માતોના બનાવો પણ વારંવાર બને છે. લોકોએ અનેક વખત ધારાસભ્ય જીતુ સોમાણી, કોર્પોરેટર નરેન્દ્રસિંહ સોલંકી, મેયર પ્રદીપ ડવ સહિતના પદાધિકારીઅો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓને લેખિત ફરિયાદ કરી હોવા છતાં માત્ર સ્થળ મુલાકાત કરીને સંતોષ માની લેતા અમુક નેતાઓ હાજરી પૂરાવી જતા રહે છે.