Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત નરમ બની 83ની સપાટી નજીક સરકી રહ્યો છે તેમજ વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલીનો ટ્રેન્ડ જળવાઇ રહેતા ભારતીય શેરમાર્કેટમાં નિરસતા જોવા મળી છે. રિઝર્વ બેન્કની મોનેટરિ પોલિસી બેઠકમાં વ્યાજદર મુદ્દે કેવો નિર્ણય લેવામાં આવે છે તેના પર રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત થયું છે.


સેન્સેક્સ 106.98 પોઈન્ટ ઘટીને 65846.50 બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે 200.85 પોઈન્ટ ઘટીને 65752.63 પહોંચ્યો હતો. નિફ્ટી 26.45 ઘટીને 19570.85 બંધ રહ્યો હતો. વૈશ્વિક મોરચે રોકાણકારો ઘટતા બોન્ડ યીલ્ડ વચ્ચે પણ સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહ્યા છે.ચીનની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો એ વૈશ્વિક બજારની ચિંતામાં વધારો કર્યો છે.

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, FIIની વેચવાલી યથાવત્
માર્કેટબ્રેડ્થ પોઝીટીવ રહેવા સાથે સેન્ટીમેન્ટ સલામતી તરફીનું રહ્યું છે. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3755 પૈકી 1852 સ્ક્રીપ્સમાં સુધારો અને 1757 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝીટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતી તરફીનું રહ્યું હતું. FII દ્વારા 711.34 કરોડની વેચવાલી સામે DII દ્વારા 537.31 કરોડની ખરીદીનો સપોર્ટ હતો.