શહેરના મહત્તમ તાપમાનની સાથે લઘુતમ તાપમાનમાં વધારો થતાં- લોકોએ બફારાનો અનુભવ કર્યો હતો. જો કે, આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વરસાદી ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજકોટ અને અમદાવાદમાં છેલ્લાં બે દિવસથી પવનની ગતિ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. શહેરમાં સવારે પવનની ગતિ 10 કિલોમીટરની આસપાસ રહી હતી. પરંતુ, બપોર પછી પવનની ગતિ ઘટીને 7થી 8 કિલોમીટર થતાં વાતાવરણમાં બફારાનું પ્રમાણવધ્યું હતું.