Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હરિયાણાના નૂહ (મેવાત)માં વિશ્વ હિન્દુ પરિષદની બ્રજ મંડળ યાત્રા દરમિયાન હિંસા અને હંગામાને પગલે બુધવારે સતત ત્રીજા દિવસે તણાવ વધી રહ્યો છે. સાવચેતીના પગલારૂપે આજે પણ અહીં કર્ફ્યુ ચાલુ રહેશે. સોમવારે રમખાણો ફાટી નીકળ્યા બાદ નૂહમાં સ્થિતિ સામાન્ય જણાઈ રહી છે, પરંતુ આજુબાજુના જિલ્લાઓમાં હિંસક ઘટનાઓ વધી છે. નૂહ, ગુરુગ્રામ, પલવલ જિલ્લામાં હાલ તણાવ છે.


નૂહને અડીને આવેલા ગુરુગ્રામ, પલવલ, ઝજ્જર, ફરીદાબાદ, રેવાડી, સોનીપત, પાણીપત અને મહેન્દ્રગઢ જિલ્લામાં કલમ 144 લાગુ છે. 4 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ છે. ગુડગાંવ-પલવલમાં મંગળવારે મોડી રાત સુધી ઘણી જગ્યાએ આગચંપી થઈ હતી.

આ સિવાય રેવાડી જિલ્લાના ધવાનામાં એક સમુદાયની ઝૂંપડીઓ સળગાવી દેવામાં આવી હતી. બાવલ નગરમાં કેટલાક બદમાશોએ તોડફોડ કરી અને માર માર્યો. નૂહ સહિત આ વિસ્તારોમાં અર્ધલશ્કરી દળની 13 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

સુરક્ષા દળોએ આજે સવારે ઘણી જગ્યાએ ફ્લેગ માર્ચ પણ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી એમએલ ખટ્ટરે મોડી રાત્રે જણાવ્યું કે હિંસા સંબંધિત 44 FIR અત્યાર સુધીમાં નોંધવામાં આવી છે. 70 લોકોનાં નામ જાહેર કરીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.