Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ રવિવારે રાજ્યભરમાં ચાલતા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન રાજ્યના 100થી વધુ ગેમઝોનમાં નિયમોનું પાલન કરાતું ન હોવાથી બંધ કરાવવામાં આવ્યા છે. જેમાંથી 30 ટકાથી વધુ ગેમઝોન પાસે ફાયર એનઓસી જ ન હતી. કેટલાક તો 5 વર્ષથી મંજૂરી વિના ધમધમતા હતા. મોટાભાગના ગેમઝોનમાં અગ્નિશામક ચીજવસ્તુઓનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ દરવાજો હોવાનું, તેમજ કેટલાક દરવાજા મોડા ખુલતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભુજમાં 3 ગેમઝોનમાં બાંધકામની મંજૂરી વિના ચાલતાં સીલ કરી દેવાયા હતા. તો માધાપરમાં અંડર ગ્રાઉન્ડ ગેમઝોનમાં આવવા-જવવાનો એક જ રસ્તો હતો. ચરોતરમાં 5 વર્ષથી એનઓસી વિના ચાલતાં 3 ગેમઝોન બંધ કરાયા હતા. પાલનપુરમાં આનંદ મેળો શનિવારે રાત્રે જ બંધ કરાયા બાદ જાણવા મળ્યું હતુ કે, ફાયર સેફ્ટીના સાધનો છે પણ એનઓસી મેળવી નથી.