Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ શહેરમાં આ શિયાળે મચ્છરજન્ય રોગ ખાસ કરીને ચિકનગુનિયાના કેસમાં ભારે વધારો આવ્યો છે. મનપાની આરોગ્ય શાખાએ 2023ના વર્ષમાં મચ્છરજન્ય રોગની ગણતરી કરતા મલેરિયા અને ડેન્ગ્યુમાં 2022 કરતા સ્થિતિ સારી જોવા મળી છે જોકે ચિકનગુનિયાના કેસ 3 ગણા થયા છે. જાન્યુઆરી આવતા હવે આરોગ્યના આંકડા નોંધવાનું નવું વર્ષ ચાલુ થયું છે જેમાં પ્રથમ સપ્તાહે જ મચ્છરજન્ય રોગના પાંચ કેસ સામે આવ્યા છે. જ્યારે મનપાના આરોગ્ય કેન્દ્રોમાં આ સપ્તાહ દરમિયાન જ શરદી-ઉધરસના 1397, તાવના 122 અને ઝાડા-ઊલટીના 229 દર્દી નોંધાયા છે.


મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધીમાં ડેન્ગ્યુના 3 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન મચ્છરજન્ય રોગ પર કાબૂ મેળવવાના ભાગરૂપે 14600 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. 1222 ઘરમાં ફોગિંગ કરાયા છે જ્યારે ફોગિંગ મશીન ધરાવતા વાહનથી બાગ બગીચા, સરકારી શાળાઓ, મંદિરો સહિતના સ્થળોએ પણ ફોગિંગ કરવામાં આવ્યું છે. 1046 મિલકત ચકાસવામાં આવી હતી જે પૈકી 324 રહેણાક મકાન અને 5 કોમર્સિયલ મિલકતને મચ્છરની ઉત્પત્તિ થાય તેવી ગેરરીતિ દાખવવા બદલ નોટિસ ફટકારવામાંઆવી છે.