Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચીનનાં અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હજારો મકાનો ધરાશાયી થયાં છે. આવી સ્થિતિમાં ચીનના પૂર વિરોધી સ્પન્જ સિટી મોડલ પર સવાલો ઊઠી રહ્યા છે . ચીનનાં મોટાં શહેરોમાં પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોનો સામનો કરવા માટે સ્પન્જ સિટી મોડલ વિકસાવાયું હતું. વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં પૂર અથવા દુષ્કાળની વધુ સંભાવના હોય છે.

કારણ કે ભારે બાંધકામને કારણે જમીનની પાણી શોષવાની ક્ષમતા ઘટી જાય છે. જ્યારે કોઈ શહેર બનાવવામાં આવે છે, ત્યારે વૃક્ષો કાપવામાં આવે છે અને મેદાનની જમીનને કોંક્રિટથી આવરી લેવામાં આવે છે. જેના કારણે પાણી જમીનની અંદર પહોંચતું નથી. આવી સ્થિતિમાં વરસાદ પડતાં પૂરનું જોખમ વધી જાય છે.આ સમસ્યાના ઉકેલ માટે ચીને સ્પન્જ સિટી બનાવી એટલે કે તે શહેર જે પાણીને શોષી શકે છે. 2015 અને 2016માં પાઈલટ પ્રોજેક્ટ માટે કુલ 30 શહેરોની પસંદગી કરવામાં આવી હતી. ત્યાં વૃક્ષો વાવવામાં આવ્યાં, નહેરો અને તળાવો બનાવવામાં આવ્યાં. જેથી વધારાનું પાણી એકઠું થવાની જગ્યા ન મળે.

એવી અપેક્ષા હતી કે આનાથી પૂર અને દુષ્કાળ બંનેનું જોખમ ઘટશે પરંતુ સ્થિતિ વિપરીત જોવા મળી છે. જુલાઈમાં પૂર અને સંબંધિત આફતોને કારણે 142 લોકો માર્યા ગયા હતા અથવા ગુમ થયા હતા. આ સિવાય 2,300 મકાનો ધરાશાયી થયાં છે.