આપઘાત કરવો એ સામાન્ય બની ગયું છે રોજબરોજ આપઘાતની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. વધુ એક આપઘાતની ઘટનામાં કોલેજીયન યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના પુનિતનગર વિસ્તારમાં આવેલ શિવવાટીકામાં રહેતા કોલેજીયન યુવક જીનેશ ગલાણીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસનો હાથ ધરી છે.
રાજકોટ શહેરના 80 ફુટ રોડ પર પુનીતનગરમાં આવેલ શિવવાટીકામાં રહેતો જીનેશ સુરેશભાઈ ગલાણી (ઉ.વ.20) નામનો યુવક પરિવાર સાથે ઘર બહાર તાપણું કરી બેઠા બાદ 11 વાગ્યાની આસપાસ પોતાના રૂમમાં જઈ પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ પછી પિતા સુરેશભાઈએ રૂમનો દરવાજો ખોલી જોતા પુત્ર લટકેલી હાલતમાં જોવા મળતા તેમને આક્રંદ મચાવ્યો હતો. બનાવ અંગે પરિવારજનોએ 108ને જાણ કરતા 108 ના ઇએમટીએ યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો.