માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)એ ઘટતા વોટ શેર વચ્ચે આંતરિક મૂલ્યાંકન અભિયાન શરૂ કર્યું છે. લોકસભા ચૂંટણી પહેલાં માકપાની કેન્દ્રીય સમિતિએ દેશનાં દરેક રાજ્યોમાં પોતાના નેતા અને પાર્ટીના પદાધિકારીઓને એક પ્રશ્નાવલી મોકલી છે, જેમાં સાત સવાલ છે. તેમાં નેતાઓને પૂછાયું છે કે શું તેઓ ધર્મ-કર્મમાં માને છે, મંદિર કેટલી વાર જાય છે?
કોલકાતામાં માકપા મુખ્યાલય અલીમુદ્દીન સ્ટ્રીટથી તમામ નેતાઓ અને જિલ્લા પદાધિકારીઓને મોકલાયેલી પ્રશ્નાવલીમાં ધર્મથી સંબંધિત સવાલોની સાથે અંગત જીવનમાં કરકસર વિશે પણ પૂછાયું છે. પાર્ટીના પ્રદેશ સચિવ મોહમ્મદ સલીમે ભાસ્કર સાથેની વાતચીતમાં આ અભિયાનની વાત સ્વીકારી છે, પરંતુ તેમના મતે તે પાર્ટીની અંદરની વાત છે. દર પાંચ અથવા દસ વર્ષમાં પાર્ટી આવાં અભિયાન ચલાવે છે. તેના આધાર પર પાર્ટી ભાવિ રણનીતિ તૈયાર કરે છે. આ સવાલોના જવાબ સીલબંધ કવરમાં પાર્ટીના બ્યૂરોના સચિવને જમા કરાવવાના રહેશે.