આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ચાલુ વર્ષે ‘મારી માટી મારો દેશ’ અને ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રવિવારે ગોધરામાં વિશાળ તિરંગાયાત્રાનું આયોજન કરાયું હતું.
ગોધરા પોલીસ મુખ્ય મથક ગ્રાઉન્ડ ખાતેથી ગોધરા MLA રાઉલજી, કલેક્ટર આશિષ કુમાર, રેન્જ ડીઆઇજી અસારી અને SP હિમાંશુ સોલંકી દ્વારા તિરંગા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગોધરા શહેરનાં તમામ સમાજના લોકો, પોલીસ કર્મચારીઓ, વનવિભાગના કર્મચારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઅો મોટી સંખ્યામાં જોડાયા હતાં, તિરંગાયાત્રામાં 250 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.