Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હવાઈ અને રૉડ આઈલેન્ડ જેવા પ્રવાસન સ્થળોથી લઈને કેનેડા અને બ્રાઝિલના જંગલોમાં વિકરાળ આગ ફેલાઈ. તેના પાછળનું એક જ કારણ જળવાયુ પરિવર્તન છે. ભારતના ઘણા જંગલોમાં પણ આગ લાગવાની સંભાવના છે.

વિશ્વમાં આગના મોટા કિસ્સા ક્યાં બન્યા?
હવાઈએ સદીની સૌથી મોટી આગનો સામનો કર્યો. લગભગ 100 લોકોના મોત સાથે 45.9 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. માઉઈમાં ઓછો વરસાદ અને રેકોર્ડ તાપમાને લીધે જંગલની આગનું કારણ બન્યું. જોકે આ તામામ પાછળ જળવાયુ પરિવર્તન જવાબદાર છે. કેનેડામાં જંગલમાં લાગેલી આગે મોટા હિસ્સા લપેટમાં લીધો હતો.

ભારતના જંગલોમાં આગનો ખતરો કેટલો છે?
ભારતના જંગલો એશિયામાં અત્યંત સમૃદ્ધ છે, પરંતુ તે સૌથી વધુ જોખમી પણ છે. સૌથી ચિંતાજનક આંકડા એ છે કે દેશના 36% જંગલ વિસ્તાર આગ માટે સંવેદનશીલ છે. માર્ચની શરૂઆતથી 12 દિવસમાં ભારતમાં જંગલમાં આગ લાગવાની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં 115%નો વધારો થયો છે.

ભારતમાં કેવા પ્રયાસો થઈ રહ્યા છે?
ભારતમાં આ દિશામાં કામ શરૂ થઈ ગયું છે. આ માટે 2018માં ફોરેસ્ટ ફાયર પર નેશનલ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. તેનો સૌથી મોટો ઉદ્દેશ્ય લોકોના સમુદાય અને સરકારી વન વિભાગના સંયુક્ત પ્રયાસથી જંગલમાં આગ લાગવાની ઘટનાઓને રોકવાનો છે. ફોરેસ્ટ ફાયર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ યોજના 2017માં જંગલમાં લાગેલી આગને રોકવા માટે નાણાકીય વ્યવસ્થા કરવા માટે શરૂ કરાઈ હતી.

એઆઈ આગને રોકવામાં કેવી રીતે મદદ કરી શકે?
દેશમાં આગ ઓલવવા માટે અનેક આધુનિક તકનીકો છે. તે સિવાય એઆઈ પણ જંગલોની આગનું અનુમાન, નિવારણ માટે મદદરૂપ થઈ શકે છે. સ્વદેશી જ્ઞાન તેમજ એઆઈ પાવર પ્રિડિક્શન મોડલ આગને ઝડપથી અટકાવી શકે છે. અરુણ સિંહ રાવતે જંગલમાં લાગેલી આગને રોકવા માટે આપણે અસરકારક વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને લઈને ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. આદિવાસીની આધુનિક શોધ પ્રણાલી અને પરંપરાગત નિયંત્રણ તકનીકો અસરકારક સાબિત થશે.