ફાઇનાન્સિયલ સેક્ટરમાં આંતરરષ્ટ્રીય સ્તરે વેપાર વૃદ્ધિ માટે ગિફ્ટની પસંદગી કરવામાં આવી રહી છે ત્યારે એચડીએફસી બેન્કની બે ગ્રૂપ કંપનીઓ ગિફ્ટ સિટી- IFSC ખાતેથી કામગીરી શરૂ કરશે. ઇન્સ્યોરન્સ કંપનીઓમાંની એક એચડીએફસી લાઇફે તેની પેટાકંપની એચડીએફસી ઇન્ટરનેશનલ લાઇફ અને Re હવે એચડીએફસી લાઇફ ઇન્ટરનેશનલ બ્રાન્ડ હેઠળ બિન નિવાસી ભારતીયો (NRIs) માટે યુએસ ડોલર ચલણમાં લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરાં પાડશે. એનઆરઆઇ અને વૈશ્વિક ભારતીય સમુદાયની માંગ પૂરી કરશે અને સરહદની કોઈ મર્યાદા વગર વિશ્વકક્ષાની સુવિધા ધરાવતાં ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરાં પાડશે.
સૌથી મહત્વનું એ છે કે, આ પ્રોડક્ટ્સ યુએસ ડોલર જેવાં વિદેશી ચલણનો ઉપયોગ કરીને ખરીદી શકાશે. એચડીએફસી લાઇફ ઇન્ટરનેશનલ દ્વારા ઓફર કરવામાં આવતાં સોલ્યુશન્સની સંપૂર્ણ રેન્જમાં બચત, આરોગ્ય અને નિવૃત્તિ સંબંધિત વ્યક્તિની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરી શકાશે. પ્રથમ પ્રોડક્ટ-યુએસ ડોલર ગ્લોબલ એજ્યુકેશન પ્લાન હવે એનરોલમેન્ટ માટે ખુલ્લો છે અને તેનાંથી માબાપને ભવિષ્યમાં તેમનાં બાળકનાં વિદેશમાં શિક્ષણ ખર્ચને પહોંચી વળવા અમેરિકન ડોલરમાં ભંડોળ એકત્ર કરવામાં મદદ મળશે. આ પ્રોડક્ટનો હેતુ રોકાણના ચલણ અને ખર્ચના ચલણ વચ્ચેનાં ભાવિ અંસંતુલનને દૂર કરવામાં મદદ મળશે.