રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર ગામ પાસે બે વાહન વચ્ચેના અકસ્માતમાં મહિકા ગામના દેવજીભાઇ વાલજીભાઇ માલકિયા નામના યુવાનનું મોત નીપજ્યું છે.બનાવ અંગે મહિકા ગામના ગોકુળપાર્કમાં રહેતા મૃતકના મોટા ભાઇ ભરતભાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ, નાનો ભાઇ દેવજી માલવાહક વાહનમાં અમદાવાદથી શાકભાજી લઇને શનિવારે રાજકોટ આવી રહ્યો હતો. ત્યારે બામણબોર પાસે ડમ્પરે અચાનક બ્રેક મારતા દેવજીનું વાહન ધડાકાભેર ડમ્પરના પાછળના ભાગે અથડાયું હતું.