સમગ્ર ભારતીય માર્ગો પર વર્ષ 2023માં આમૂલ પરિવર્તન થયું છે. ભારત સરકાર તરફથી ભારત એનસીએપી રેટિંગની શરૂઆતે કાર્સની સુરક્ષાની મહત્વતાને આગળ અને કેન્દ્ર સ્થાને રાખી છે, તે આપણા દેશમાં માર્ગ નેટવર્કના વિસ્તરણની સાથે સાથે આગળ વધી રહેલ છે. આ સંજોગોમાં કારના ખરીદદારોએ ઈવીને ઝડપભેર અપનાવેલ છે, આફણે એસયુવીની માંગમાં ઝડપભેર વૃદ્ધિ જોઈ છે તથા અગાઉથી પસંદ કરવામાં આવતી કાર્સ પ્રત્યે સતત લગાવમાં વૃદ્ધિને જાળવી રાખી છે.
વર્ષ 2023માં આપણે એવા કેટલાક રુઝાન જોવા મળ્યા કે જે એક ગતિશીલ અને સતત ભવિષ્ય તરફ સંકેત કરે છે. ભારતની અગ્રણી ઓટોટેક કંપની કાર્સ24એ કાર ઇન્ડસ્ટ્રીઝમાં 2023ના મુખ્ય રુઝાનને લઈ પ્રકાશ પાડતા માઈલેજ રિપોર્ટ રજૂ કર્યો છે. વર્ષ 2022ની તુલનામાં વેચાણમાં 42 ટકાની વૃદ્ધિ સાથે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે,જે ભારતીય ઓટો માર્કેટમાં સતત વિકાસ પ્રવાહને ખૂબ જ કૂશળતાપૂર્વક નેવિગેટ કરવાની પોતાની ક્ષમતાને દર્શાવે છે.
યુવાનોમાં પ્રભાવશાળી, પ્રીમીયમ કાર્સના પ્રભાવ વચ્ચે પ્રયુક્ત કારોની સ્માર્ટ પસંદગીના સ્વરૂપમાં સ્થાપિત કરે છે. વર્ષ 2023માં મિલેનિયલ્સ અને જેન ઝેડ એ ફક્ત ખરીદીને જ નહીં પણ પોતાની કાર્સને અપગ્રેડ કરી અને બજારમાં યંગર વ્હિકલની એક લહેરને રજૂ કરી તેમ જ માંગ તથા પુરવઠા વચ્ચેના અંતરને સહજતાથી ધ્યાનમાં રાખી યોગ્ય સ્થિતિ કેળવી છે. વર્ષ 2023માં નવી કાર અને યુઝ્ડ કારનું પ્રમાણ 1:1.5 હતું.
વર્ષ 2018 અને વર્ષ 2023 વચ્ચેના ગાળા દરમિયાન રૂપિયા 8 લાખથી વધારે મૂલ્યની કાર્સના વેચાણમાં 14 ટકાનો વધારો થયો છે. તે ખાસ કરીને વધી રહેલી આવકના પ્રમાણ તથા ફીચર્સ, ગુણવત્તા અને સુરક્ષાની બાબતમાં કોઈ જ બાંધછોડ નહીં કરવાના ગ્રાહકોના અભિગમને લીધે છે. કાર્સ24ના કો-ફાઉન્ડર ગજેન્દ્ર જાંગિડે જણાવ્યું હતું કે કેટલાક વર્ષોમાં અમેરિકા જેવા મુખ્ય બજારોને પાર કરી યુઝ્ડકારને પારિભાષિત કરવા તથા વૈશ્વિક ટ્રેન્ડ સેન્ટરના સ્વરૂપમાં કાર્સની ભૂમિકાને મજબૂત કરાઇ છે.