IPL-2024ની 47મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવ્યું. કોલકાતાએ આ સિઝનમાં બીજી વખત દિલ્હીને હરાવ્યું છે. ટીમે 154 રનનો ટાર્ગેટ 16.3 ઓવરમાં 3 વિકેટે ચેઝ કરી લીધો હતો.
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કેપિટલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 153 રન બનાવ્યા હતા. KKR તરફથી ફિલ સોલ્ટે 33 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી. તેણે સિઝનમાં તેની ચોથી અડધી સદી ફટકારી હતી. સુનીલ નારાયણે 15 રન અને રિંકુ સિંહે 11 રનનું યોગદાન આપ્યું હતું. અક્ષર પટેલને 2 વિકેટ મળી હતી.
આ પહેલા DCના કુલદીપ યાદવે 26 બોલમાં અણનમ 35 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન રિષભ પંતે 27 રનનું યોગદાન આપ્યું હતું. વરુણ ચક્રવર્તીએ 3 જ્યારે વૈભવ અરોરા અને હર્ષિત રાણાને 2-2 વિકેટ મળી હતી. મિચેલ સ્ટાર્ક અને સુનીલ નારાયણને એક-એક વિકેટ મળી હતી.