Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગત નવેમ્બર દરમિયાન દેશના શહેરી વિસ્તારોમાં ગ્રાહકોનો ભરોસો (કન્ઝ્યુમર કોન્ફિડન્સ) અત્યાર સુધીના સર્વાધિક સ્તરે રહ્યો છે. સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)નો શહેરી ભારતમાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ 2.5 પોઇન્ટ વધીને 106.67 પર પહોંચ્યો છે. ઑક્ટોબરમાં તે 1.83 પોઇન્ટના ઘટાડા પર હતો. નવેમ્બરમાં શહેરી પરિવારોમાં પોતાની વર્તમાન આર્થિક સ્થિતિ અને ભવિષ્યની સંભાવનાઓને લઇને આશા ચરમ પર હતી.


ફ્રિજ, ટીવી, કાર, કમ્પ્યુટર, ફર્નિચર જેવી કંઝ્યુમર ડ્યૂરેબલ વસ્તુઓ ખરીદવા માટેનો સારો સમય માનનારા શહેરી પરિવારોનો ગુણોત્તર નવેમ્બરમાં વધીને 32.9% પર પહોંચ્યો છે. તે જાન્યુઆરી 2016માં CMIE દ્વારા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ શરૂ કરાયા બાદ સર્વાધિક સ્તરે છે. નવેમ્બરમાં શહેરી પરિવારો વચ્ચે મકાન ખરીદવાના ઇરાદામાં પણ ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધાઇ છે. કન્ઝ્યુમર ડ્યૂરેબલ ખરીદવાનો ખરાબ સમય માનનારા શહેરી પરિવારોનો ગુણોત્તર પોતાના સૌથી નીચલા સ્તરે 10.5% પર પહોંચી ચૂક્યો છે.

LSEG-ઇપ્સોસના ગત શુક્રવારે જારી કરાયેલા રિપોર્ટ અનુસાર નવેમ્બર દરમિયાન ભારત 29 દેશોના નેશનલ ઇન્ડેક્સ સ્કોરમાં બીજા સ્થાને આવ્યું છે. LSEG-ઇપ્સોસ પ્રાઇમરી કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ ઇન્ડિયા રિપોર્ટ હાલની સ્થિતિ, અપેક્ષાઓ, રોકાણ તેમજ નોકરીની સંભાવનાઓના આધારે કન્ઝ્યુર સેન્ટિમેન્ટને ટ્રેક કરે છે.