Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરના ગોંડલ જેતપુર રોડ પર પીરની આંબલી પાસે એક કાર અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને કારમાં પોલીસ લખેલી પ્લેટ જોવા મળી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારની બન્ને એર બેગ ખુલી ગઈ હતી. જો કે અકસ્માતમાં રીક્ષા ચાલકને ઇજા થતા સારવાર અર્થે ગોંડલ નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાને લઈને વાહનોની સતત અવરજવર ધરાવતા રસ્તા પર બન્ને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ શહેર પોલીસને થતાં સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળેટોળાં એકઠાં થયા હતા.

શહેરના જેતપુર રોડ ઉપર દિવસ રાત સતત વાહનોની અવર જવર રહેતી હોવાના કારણે ટ્રાફિક સારો એવો રહેતો હોય છે. ત્યારે રાત્રીના 9.30 કલાકે પીરની આંબલી પાસે કાર અને પેસેન્જર રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં GJ10TW - 4212 નંબર નો રીક્ષા ચાલક ચોરડી દરવાજા તરફથી જેલચોક તરફ જતો હતો અને GJ03JL 9606 નંબરની કારનો ચાલક જેલ ચોકથી ચોરડી દરવાજા તરફ જતો હતો ત્યારે આઅકસ્માત સર્જાયો હતો. રીક્ષામાં CNG ફિટિંગ હતું. સદનસીબે મોટી જાનહાનિ થવા પામી નથી.