Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેવભૂમિ દ્વારકા પોલીસે સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુકત આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલયુકત પીણાનો વેપલાનો ભેદ ઉકેલતા પંજાબના સંગુર ખાતે દરોડો પાડી આવા પીણા બનાવી વેપલો કરતી આંતરરાજય ગેંગનો પર્દાફાશ કર્યો છે.પોલીસે આ આલ્કોહોલયુકત પીણા પ્રકરણમાં સુત્રધાર મનાતા પંજાબના શખસને દબોચી લીઘો હતો.


દેવભૂમિ પોલીસ વડા નિતેશકુમાર પાંડેયના માર્ગદર્શન હેઠળ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાંના વેપાર સાથે સંકળાયેલા સામે મદદનીશ પોલીસ અધિક્ષક રાઘવ જૈન તથા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ સહિત એલસીબીના પીઆઈ કે.કે.ગોહિલના સીધા નેતૃત્વમાં સધન કાર્યવાહી હાથ ધરાઇ હતી.જેમાં ગત તા.26 જુલાઇના એલસીબી પીએસઆઈ દેવમુરારી તથા ટીમ દ્વારા શંકાસ્પદ 4000 જેટલી આયુર્વેદિક પીણાંની બોટલો ઝડપી પાડી શંકાસ્પદ મુદ્દામાલ સીઝ કર્યો હતો.પોલીસ તપાસમાં મુખ્ય સૂત્રધાર ભરતભાઇ નકુ તથા ચિરાગ થોભાણી, સુરેશભાઈ ભરવાડ તથા સિધ્ધરાજસિંહ ઝાલા દ્વારા આવી પ્રવૃત્તિ આચરાઇ હોવાનું ઉજાગર થતા સંબધિત વિરુદ્ધ કડકહાથે કાર્યવાહી કરી આવા આલ્કોહોલ યુક્ત પીણાંનું ઉત્પાદન કરતી ફેકટરી ઉપર દરોડા પાડી અનઅધિકૃત જથ્થો સિઝ કરી કાર્યવાહી કરાઇ હતી.