પીડીપી પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ જમ્મુ-કાશ્મીર પ્રશાસન પર હિન્દુત્વનો એજન્ડા ચલાવવાનો આરોપ લગાવ્યો છે. મહેબૂબા મુફતીએ કુલગામની એક શાળાનો વીડિયો શેર કર્યો હતો. જેમાં બાળકો ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજન ગાતા હતા.
કહેવાય છે કે આ ભજન મહાત્મા ગાંધીને ખૂબ પસંદ હતું. ટ્વિટર પર પોસ્ટ લખી મુફતીએ કહ્યું, ધાર્મિક ગુરુઓને જેલમાં બંધ કરવા, જામા મસ્જિદને તાળા મારવા અને શાળામાં બાળકોને હિન્દુ ભજન શીખવવા એ દર્શાવે છે કે ભારત સરકાર કાશ્મીરમાં હિન્દુત્વનો એજન્ડા ચલાવી રહી છે.
અમે બદલતા ‘જમ્મુ કાશ્મીર’નો માર સહન કરી રહ્યા છીએ. મહેબૂબા મુફતીએ 105 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. જે દક્ષિણ કાશ્મીરના કુલગામની એક શાળાનો છે. તે વીડિયોમાં પહેલા શાળાનું બોર્ડ દેખાય છે. ત્યારબાદ, ક્લાસરૂમમાં લગભગ એક ડઝન વિદ્યાર્થીઓ ભજન ગાતા જોવા મળે છે. ત્યાં જ શિક્ષકો સામે ઉભા રહી ભજન ગવાવી રહ્યા છે.