Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાએ એશિયા કપ-2023ની જીત સાથે શરૂઆત કરી છે. ટીમે ગ્રુપ બીની પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું હતું. ટીમે 9 વર્ષ બાદ વન-ડે એશિયા કપમાં બાંગ્લાદેશને હરાવ્યું છે. શ્રીલંકાની છેલ્લી જીત 2014માં મીરપુર મેદાનમાં મળી હતી.


બાંગ્લાદેશે શ્રીલંકાને 165 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં શ્રીલંકાએ 39 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ચરિથ અસલંકા અને સાદિરા સમરવિક્રમાએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.

સમરવિક્રમાની ચોથી ફિફ્ટી
સમરવિક્રમાએ વનડે કરિયરની ચોથી ફિફ્ટી ફટકારી હતી. તેણે 54 રનની ઇનિંગ રમી હતી. સમરવિક્રમાએ તેની 77 બોલની ઇનિંગ્સમાં 70.13ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા સામેલ હતા.

સમરવિક્રમા-અસલંકાની ભાગીદારી
165 રનના નાના લક્ષ્યનો પીછો કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમના ઓપનર 15 રનના સ્કોર પર જ પેવેલિયન પરત ફર્યા હતા. ટીમે 43 રનમાં ત્રીજી વિકેટ પણ ગુમાવી હતી. અહીંથી સાદિરા સમરવિક્રમા અને ચારિથ અસલંકાએ શ્રીલંકાના દાવને સંભાળ્યો હતો. બંનેએ ચોથી વિકેટ માટે પચાસની ભાગીદારી કરી હતી. સમરવિક્રમાએ પણ 60 બોલમાં 50 રન બનાવ્યા હતા.

શાંતોની ફિફ્ટી, બાંગ્લાદેશ 164 પર ઓલઆઉટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 42.4 ઓવરમાં 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પલ્લેકેલે ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશના નજમુલ હુસેન શાંતોએ 89 રનની ઇનિંગ રમી હતી. બાકીના બેટ્સમેનો કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા.