રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે એમ.આર.આઇ. મશીન વસાવવામાં આવ્યું હોવા છતાં દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ધકેલવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદોના પગલે કલેક્ટરે સિવિલ સર્જનને રૂબરૂ બોલાવ્યા હતા અને રેડિયોલોજિસ્ટના એનઓસી વગર દર્દીને ખાનગી હોસ્પિટલમાં એમઆરઆઇ માટે મોકલી નહીં શકાય તેવો હુકમ કર્યો હતો.
રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, જો રેડિયોલોજિસ્ટ એમઆરઆઇમાં સંખ્યા ફુલ થઇ ગયાનું જણાવી એનઓસી આપશે ત્યારપછી જ દર્દીને ખાનગીમાં મોકલી શકાશે. તેમજ જનાના હોસ્પિટલમાં પણ મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે અને માત્ર ફાયર વિભાગનું એનઓસી બાકી છે. જનાના હોસ્પિટલમાં અમુક પાર્ટિશન કાઢી નાખવા તથા રસ્તા ખુલ્લા મૂકવા તાકીદ કરાઇ છે.