ઈરાનમાં 16 સપ્ટેમ્બરથી શરૂ થયેલા હિજાબ સામેના વિરોધ પ્રદર્શન ચાલુ છે. ત્યારે હવે મહિલાઓ સાથે પુરુષો પણ પ્રદર્શનમાં સામેલ થયા છે. હવે આ 15 શહેરોમાં ફેલાઈ ગયો છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથળામણ થઈ રહી છે. આંદોલન કરી રહેલા લોકોને રોકવા માટે પોલીસે ગોળીઓ ચલાવી હતી. ગુરુવારે ફાયરિંગમાં 3 પ્રદર્શનકારીઓના મોત થઈ ચૂક્યા છે. 5 દિવસમાં મરનારોની સંખ્યા 31 થઈ ગઈ છે. તો અનેક લોકો ઘાયલ થયા છે.
આ મામલો 13 સપ્ટેમ્બરે શરૂ થયો હતો. ત્યારે ઈરાનની મૉરલ પોલીસે 22 વર્ષની એક યુવતી મહસા અમિનીની હિજાબ ના પહેરવા પર ધરપકડ થઈ હતી. તેના 3 દિવસ પછી, એટલે કે 16 સપ્ટેમ્બરે તેની લાશ તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી આ મામલો લોકો સુધી પહોંચ્યો હતો અને હવે આ વિવાદના કારણે 31 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.
મહસાના પિતા અમજદ અમિનીએ BBC સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે 'પોલીસ અને સરકાર ખોટું બોલી રહી છે. હું મારી દીકરીનો જીવ બચાવવા તેમની સામે આજીજી કરતો રહ્યો હતો. જ્યારે મેં તેની બોડી જોઈ, ત્યારે તે પૂરી રીતે કવર કરેલી હતી. તેનો માત્ર ચહેરો અને પગ જ નજરમાં આવ્યા હતા. પગ ઉપર પણ ઈજાના નિશાન હતા.'