કૃતજ્ઞતા એટલે આભાર નકારાત્મક ભાવનાઓનો અસરકારક રીતે નાશ કરે છે. આ ન માત્ર પ્રતિકુળ પરિસ્થિતિ પરંતુ, તાણ-પડકારોનો સામનો કરવા પણ સમર્થ છે. વ્યવહાર વિજ્ઞાની અને ન્યૂરોસાયન્ટિસ્ટ ડો. એની કેથરીન મુજબ, આ રજાઓ દરમિયાન વિશેષ રીતે મહત્વપૂર્ણ છે, કેમકે ત્યારે ઘણી વખત તણાવ અને હોબાળો વધી જાય છે. આ વિજ્ઞાની રીતે ભય, તાણ ઘટાડવા, હ્રદયની ગતિ સંયમિત કરવામાં સક્ષમ છે.
કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી મગજના ચોક્કસ ક્ષેત્ર સક્રિય થાય છે. જેંમકે, પ્રીફ્રંટલ કોર્ટેક્સ, આ બદલતી લાગણીઓ, સમસ્યા સમાધાન અને જોડાણ માટે જવાબદાર છે. આપણો મગજ અને શરીર એકબીજા સાથે જોડાયેલા છે. એકબીજાને પ્રભાવિત કરે છે અને પ્રતિક્રિયા આપે છે. વ્યવહારમાં વિકસાવવાથી નારાજગી, ચિંતા પર પણ કાબૂ મેળવી શકાય છે. જેમકે જો ઘર સળગે, તો તે વ્યક્તિ આ તથ્ય પર ફોકસ કરી શકે છે કે ભલે બધુ જ ખોવાઈ ગયું, પરંતુ પરિવાર બચી ગયો અને આ દર્દ ઘટાડવામાં મદદ કરશે.
નકારાત્મક વિચારથી કોર્ટિસોલ, એડ્રેનાલાઈન જેવા તણાવ હાર્મોન નીકળે છે. આ શરીરને લડો અથવા ભાગો જેવી સ્થિતિમાં બદલી દે છે. તાણ પ્રતિક્રિયાની શરીર પર સમય સાથે અસર થાય છે અને સ્થૂળતાનું કારણ બને છે. આભારનો અભ્યાસ તંત્રિકા માર્ગને મજબૂત કરે છે. તંત્રિકાને શાંત કરીને શરીરને આરામની સ્થિતિમાં પ્રવેશવામાં મદદ કરીને ઊંઘની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. અભ્યાસ માનસિક તંદુરસ્તી માટે ખૂબ સારો છે.