Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનારો ભારત પહેલો દેશ બન્યો છે. જ્યારે ચંદ્રના કોઈપણ ભાગમાં યાન ઉતારનાર તે ચોથો દેશ બની ગયો છે. આ પહેલાં માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી છે.


હવે બધા વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે. ધૂળ સ્થિર થયા પછી એ બહાર આવશે. એ લગભગ 1 કલાક 50 મિનિટ લેશે. આ પછી વિક્રમ અને પ્રજ્ઞાન એકબીજાના ફોટા પાડીને પૃથ્વી પર મોકલશે.

ભારત પહેલાં રશિયા ચંદ્રના સાઉથ પોલ પર લુના-25 ઉતારવાનું હતું. આ લેન્ડિંગ 21 ઓગસ્ટે થવાનું હતું, પરંતુ છેલ્લી ભ્રમણકક્ષા બદલતી વખતે એ ભટકી ગયું અને ચંદ્રની સપાટી પર ક્રેશ થયું.

ઈસરોના ડિરેક્ટર એસ. સોમનાથે કહ્યું- આગામી 14 દિવસ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રજ્ઞાન રોવરને બહાર આવવામાં એક દિવસ પણ લાગી શકે છે. પ્રજ્ઞાન આપણને ચંદ્રના વાતાવરણ વિશે માહિતી આપશે. અમારી પાસે ઘણા મિશન છે. ટૂંક સમયમાં જ સૂર્ય પર આદિત્ય એલ વન મોકલવામાં આવશે. ગગનયાન પર પણ કામ ચાલી રહ્યું છે.

ચંદ્ર પર પહોંચ્યા પછી ચંદ્રયાન-3એ સંદેશ મોકલ્યો - હું પોતાના લક્ષ્ય પર પહોંચી ગયો છું. દક્ષિણ આફ્રિકાથી દેશવાસીઓને અભિનંદન આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું- હવે ચંદા મામા દૂરના નથી.