Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય અર્થતંત્ર ઝડપભેર આગળ વધી રહ્યું છે ત્યારે દેશમાં ધનિકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ વર્ષે પ્રથમ વખત દેશના ટોચના 100 ધનિકોની સંપત્તિ 1 ટ્રિલિયન ડોલર એટલે કે 90 લાખ કરોડ રૂપિયાને ક્રોસ કરી ગઈ છે. એક વર્ષમાં તેમની સંપત્તિ 40% થી વધુ વધીને 93.64 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે કોરોના વર્ષ 2020ની તુલનામાં તેમની સંપત્તિ બમણાથી વધુ વધી ગઈ છે. 2023ની સરખામણીએ સંપત્તિમાં 26.50 લાખ કરોડનો વધારો થયો છે.


આ વર્ષે 100 સૌથી ધનાઢ્ય ભારતીયોની સંપત્તિમાં થયેલા વધારામાં બિઝનેસના નફામાં થયેલા વધારાને બદલે શેરમાં થયેલા વધારાનો હિસ્સો વધુ રહ્યો હતો. એક વર્ષમાં સેન્સેક્સ લગભગ 30% વધ્યો છે. ફોર્બ્સના અહેવાલ અનુસાર “ભારતના 100 સૌથી ધનિક 2024” ટોપ-100માં 80 ટકાથી વધુ ધનિક ભારતીયો પહેલા કરતા વધુ ધનિક બન્યા છે. તેમાંથી 58 લોકોની સંપત્તિમાં 1 અબજ ડોલર એટલે કે 8,397 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે.