Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજસ્થાનની વિધાનસભામાં શુક્રવારે દેશનું પ્રથમ રાઇટ ટૂ હેલ્થ બિલ રજૂ કરાશે. કોંગ્રેસે 2018ની વિધાનસભાની ચૂંટણી વખતે આ વાયદો કર્યો હતો. બિલ પાસ થયા બાદ ખાનગી હોસ્પિટલો દર્દીની સારવાર પહેલા નાણા જમા કરવાનું કહી શકશે નહીં.


આવું કરના હોસ્પિટલ સામે કાર્યવાહી થશે. સાથે જ આરોગ્ય સેવા સંબંધિત ફરિયાદનો સ્થાનિક સ્તરે 24 કલાકમાં નિકાલ કરવાનો રહેશે નહીં તો જિલ્લા ઑથોરિટી સામે જ કેસ થશે. એક મહિનામાં જિલ્લા અને એ પછી એક મહિનામાં સ્ટેટ હેલ્થ ઑથોરિટીએ આ પ્રકારના કેસમાં કાર્યવાહી કરવી પડશે.

દર્દીઓ વેબ પોર્ટલ કે હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી શકશે. બિલની જોગવાઈ મુજબ દર્દીના મોત બાદ સ્વજનો સારવારના નાણાં ચૂકવી ન શકે તો હોસ્પિટલ મૃતદેહ આપવાનો ઈનકાર કરી શકે નહીં. સાથે જ દર્દીની સારવાર અંગેની તમામ વિગતો પરિવારજનો સાથે શૅર કરવાની રહેશે.