ગણેશોત્સવની ખ્યાતિ દેશમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં પણ જોવા મળી રહી છે.
આ નજારો ચેન્નાઈનો નહીં પરંતુ ફ્રાન્સની રાજધાની પેરિસનો છે, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીમનિકા વિનાયકર આલયમ દ્વારા ભગવાન ગણેશના ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.
અહીં માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ગણપતિ બાપ્પાને આવકારવા હજારો નારિયેળ ફોડવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે અહીં ભગવાન ગણેશની સાથે ભગવાન મુરુગન પણ સામેલ છે.