રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ તેલંગાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી જીતી રહી છે. રાજસ્થાનમાં મુકાબલો ભલે નજીકથી હોય, પરંતુ અમને વિશ્વાસ છે કે અમે જીતશું. રાજસ્થાનમાં લોકોનું કહેવું છે કે સરકાર સામે કોઈ આક્રોશ નથી. રાહુલ ગાંધી રવિવારે દિલ્હીમાં આસામની એક મીડિયા હાઉસ ઈવેન્ટમાં હાજર હતા, જ્યાં તેમણે આ વાત કહી હતી.
તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ જનતાના પ્રશ્નો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે અનેક યુક્તિઓ અપનાવી રહ્યો છે. રાહુલે એમ પણ કહ્યું કે જ્યારે પણ સંસદમાં કોઈ મુદ્દો ઉઠાવવામાં આવે છે ત્યારે તેઓ ધ્યાન ભટકાવવા માટે આવી બાબતોનો ઉપયોગ કરે છે. અમે તેની સાથે કેવી રીતે લડવું તે જાણીએ છીએ.
કર્ણાટકની ચૂંટણીમાંથી બોધપાઠ લીધો રાહુલે જણાવ્યું હતું કર્ણાટકની ચૂંટણીમાંથી કોંગ્રેસે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પાઠ ભણ્યો છે એ રીતે ભૂતકાળમાં ઘણી ચૂંટણીઓ જીતી છે. અમે બોધપાઠ લઈને કર્ણાટકની ચૂંટણી લડ્યા હતા. આ સિવાય એક દેશ, એક ચૂંટણી પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આ લાકોનું ધ્યાન ભટકવાની ભાજપની રણનીતિ છે. હવે ભાજપ મુદ્દાઓ પર ચૂંટણી લડી શકશે નહીં. મહિલા અનામત સાથે જોડાયેલા સવાલના જવાબમાં રાહુલે કહ્યું કે જો તેઓ સત્તામાં આવશે તો તરત જ મહિલા અનામતને લાગુ કરશે.