ઇક્વિટી માર્કેટમાં વોલેટાલિટી વચ્ચે પ્રાઇમરી માર્કેટમાં મજબૂત સ્થિતી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે હજુ મોંઘવારી અને વ્યાજદર વધવાની સંભાવનાઓના કારણે ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો માહોલ છે. પેકેજિંગ કંપની પિરામિડ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડના શેર મંગળવારે તેના માર્કેટ ડેબ્યુ ટ્રેડમાં રૂ. 166ની ઇશ્યૂ કિંમત સામે 7 ટકાના પ્રીમિયમ સાથે બંધ રહ્યો હતો. જોકે, ઈશ્યુ પ્રાઈસથી 11.44 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 185 પર ખુલ્યો હતો. ઇન્ટ્રા-ડે 13.25 ટકા ઉછળીને રૂ.188 પર પહોંચ્યો હતો અને અંતે રૂ.175.75 પર બંધ રહ્યો હતો.
{મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઈલ કર્યું: બેંગલુરુમાં મુખ્ય મથક ધરાવતી મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસીસે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું છે. કંપની રૂ. 5ની ફેસ વેલ્યુના 28,028,168 ઇક્વિટી શેર્સ 2.80 કરોડ ઇક્વિટી શેર)ની ઓફર ફોર સેલ દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. રિટેલ અને ગ્રૂપ પોલિસી માટે પ્રીમિયમ અંડર મેનેજમેન્ટની દ્રષ્ટિએ કંપની ભારતમાં સૌથી મોટી હેલ્થ બેનિફિટ એડમિનિસ્ટ્રેટર પણ છેે.
{રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો IPO આજથી, પ્રાઇસબેન્ડ રૂ.418 થી 441 નિર્ધારાઇ: નાસિકનું મુખ્ય મથક રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લિમિટેડ, વૈશ્વિક ઉર્જા કાર્યક્ષમતા ઉકેલ કંપનીનો આઇપીઓ 30 ઓગસ્ટના રોજ ખુલશે અને સપ્ટેમ્બર 01ના રોજ બંધ થશે. કંપનીએ તેની પ્રારંભિક જાહેર ઓફર માટે ઇક્વિટી શેર દીઠ રૂ.418 થી 441ના ભાવે પ્રાઇસ બેન્ડ નક્કી કર્યું છે.