દર્શન યુનિવર્સિટીમાં જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ગોવિંદા આલા ગીત ઉપર વિદ્યાર્થીઓએ પિરામિડ બનાવી મટકી ફોડી હતી. જે બાદ પ્રસાદનું આયોજન કરાયું હતું. સાથે જ સાંસ્કૃતિ કાર્યક્રમોમાં વિદ્યાર્થિનીઓએ રાધાકૃષ્ણના ભજન ઉપર નૃત્ય રજૂ કર્યું હતું અને તમામ વિદ્યાર્થીઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી મહોત્સવને યાદગાર બનાવ્યો હતો. મહોત્સવમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ તકે સંસ્થાના ચેરમેન ધમસાણિયા દ્વારા કાર્યક્રમના આયોજનકર્તા અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સમગ્ર દર્શન પરિવારને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી. તેમજ તમામ સ્ટાફ પરિવારને જન્માષ્ટમી પર્વની શુભકામના પાઠવી હતી.