અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદથી વૈશ્વિક શેરબજારો, કોમોડિટી માર્કેટ અને ફોરેક્સ માર્કેટમાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા ટ્રમ્પના ટેરિફની છેવટે બુધવારે ભારત તેમજ સમગ્ર દેશો પર જાહેરાતથી વિશ્વમાં નવા વેપાર યુદ્વ થવાના અહેવાલોએ એશિયન બજારોમાં ઘટાડા સાથે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાંની શરૂઆત પણ નોંધપાત્ર ઘટાડા સાથે થઇ હતી. ટ્રમ્પના નવા ટેરિફ બાદ ચીન અને કેનેડાએ જવાબી કાર્યવાહી કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉરની ભીતિ અને અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતાએને ધ્યાનમાં લેતાં ટ્રમ્પની આ જાહેરાતથી વૈશ્વિક બજારોમાં કડાકાની સ્થિતિ સાથે ભારત સામે પણ 26% ટેરિફ લાદતા આજે ભારતીય શેરબજારમાં અંદાજીત 900 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાગુ કરતાં ડૉલર ઇન્ડેક્સમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા ભારતીય રૂપિયો આજે ડૉલર સામે ત્રણ માસની ટોચે નોંધાયો હતો, જયારે ઓપેક દ્વારા ક્રૂડ ઓઇલ ઉત્પાદન વધારવાના નિર્ણય વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં અંદાજીત 6%નો કડાકો જોવા મળ્યો હતો. ડૉલર ઇન્ડેક્સમાં નોંધપાત્ર ઘટાડો તેમજ ક્રૂડઓઈલના ભાવોમાં કડાકાના કારણે ભારતના ફોરેક્સ રિઝર્વમાં વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 3.08% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 3.43% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ, કોમોડિટીઝ, ઇન્ડસ્ટ્રીયલ, એનર્જી, રિયલ્ટી, ફોકસ્ડ આઇટી, આઈટી, હેલ્થકેર શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4076 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2820 અને વધનારની સંખ્યા 1126 રહી હતી, 130 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 9 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 10 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.