Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

વિધાનસભાની ચૂંટણીના 8મી ડિસેમ્બરે પરિણામ આવ્યા બાદ તુરંત જ 13મીથી યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થવાની છે. બી.એ., બી.કોમ. સહિત જુદા જુદા 40 જેટલા કોર્સની પરીક્ષા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાશે. આ પરીક્ષામાં એક દિવસમાં બે પેપર લેવાશે જેમાં સવારે 9.30થી 12 કલાક દરમિયાન પહેલા સેશનની પરીક્ષા અને બપોરે 2.30થી 5 કલાક દરમિયાન બીજા સેશનની પરીક્ષા લેવાશે. અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કારણે યુનિવર્સિટીની પરીક્ષા પાછળ ઠેલાઈ હતી.

સવારના 9.30થી 12 કલાકના સેશનમાં જે કોર્સની પરીક્ષા લેવાનાર છે એમાં બી.કોમ. (રેગ્યુલર), બીપીએ, બીસીએ, એમપીએડ, એમ.કોમ., એમએસસી, એમબીએ, એમપીએ, એમએસસી આઈટી, એમજેએમસી, પીજીડીએમસી, એલએલએમ, પીજીડીએચએમ, એમ.એડ., બી.ડિઝાઈનની પરીક્ષા લેવાશે. જ્યારે બપોરના 2.30થી 5 કલાકના સેશનમાં બીએસસી, બીબીએ, બીઆરએસ, બી.એ. (રેગ્યુલર) બીજેએમસી, બીએસ.સી. આઈટી, બીએસડબ્લ્યુ, બી.એ. એલએલબી, બીએલઆઈબી, એમ.એ., એમઆરએસ, એમએસડબ્લ્યુ, પીજીડીસીએ, બી.એ. બી.એડ., એમએલઆઈબી, બીસીએ (2016/2019)ના કોર્સની પરીક્ષા લેવાશે.