ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ કાયદો અને વ્યવસ્થાને નુકસાન નહીં પહોંચે તે માટે ખેરગામ પોલીસની હદ વિસ્તારમાં વધુ લોકો ભેગા થવા પર કલેકટર દ્વારા 144ની કલમ લાગુ કરી 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. સોમવારે સાંજે પોલીસે ખેરગામ વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરી હતી ખેરગામ દશેરા ટેકરી નજીક શનિવારે સાંજે એક મિટિંગમાં હાજરી આપવા આવેલા ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો થયા બાદ તેમના સમર્થકો અને આદિવાસી સમાજના લોકો ગામેગામથી ખેરગામ પહોંચી હુમલાખોરોને પકડી પાડવાની માંગ સાથે ધરણાં ઉપર બેસી ગયા હતા. જ્યારે રવિવારે પણ કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ ખેરગામ આવી પહોંચ્યા હતા.