દરિયામાં બે સિસ્ટમ સક્રિય થઈ હોવાની અસર ગુજરાત પર પડી રહી છે. આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે પણ રાજ્યમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી છે. સિસ્ટમ સક્રિય થતા દરિયામાં કરંટ જોવા મળ્યો છે. રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે, જેમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે.
આજે તથા આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં બે સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. લો પ્રેશર અને અરબી સમુદ્ર પર ડિપ્રેશન સર્જાયું હોવાથી રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છ સહિતની જગ્યાઓ પર 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ થવાની આગાહી છે.