Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

'ઈન્ડિયા vs ભારત' નામને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે G20 ગેસ્ટ મેગેઝિનમાં 'ભારત'ને દેશનું સત્તાવાર નામ ગણાવ્યું છે. G20 મેગેઝિનના બીજા પાના પર લખ્યું છે, 'ભારત એ દેશનું સત્તાવાર નામ છે. તેનો ઉલ્લેખ બંધારણમાં અને 1946-48 દરમિયાન બંધારણ સભાની ચર્ચાઓમાં પણ છે'


શનિવારે, 9 સપ્ટેમ્બરના રોજ, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં G20 સમિટ દરમિયાન ઉદ્ઘાટન સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક વસ્તુ જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું તે હતી તેમના નામ આગળની પ્લેટ, જેના પર ભારત લખેલું હતું.

આના થોડા દિવસો પહેલા રાષ્ટ્રપતિ મુર્મુ વતી G20 ડિનરના આમંત્રણ કાર્ડ પર પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. આનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે મોદી સરકારે દેશ માટે કયા નામ સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે.

આ વાતનું સમર્થન કરે છે ભારત મંડપમના ઇન્ટરનેશનલ મીડિયા સેન્ટરમાં રાખવામાં આવેલી 24 પાનાનું મેગેઝિન. ભારતઃ ધ મધર ઓફ ડેમોક્રેસી નામથી પ્રકાશિત આ મેગેઝિનના બીજા પાના પર ભારતની વ્યાખ્યામાં કહેવામાં આવ્યું છે કે, 'ભારત દેશનું સત્તાવાર નામ છે. તેનો ઉલ્લેખ બંધારણમાં અને 1946-48 દરમિયાન બંધારણ સભાની ચર્ચાઓમાં પણ છે, જે ચર્ચા બંધારણ અપનાવવામાં આવ્યું તે પહેલાં થઈ હતી.'