Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

યમન નજીક અરબ સાગરમાં ફરી વધુ એક જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી. જો કે બાદમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જેન્કો પિકાર્ડી નામના આ જહાજ પર માર્શલ આઇલેન્ડનો ધ્વજ ફરકતો હતો. ભારતીય નૌસેનાએ જણાવ્યું કે આ હુમલો મંગળવારે રાત્રે લગભગ 11.11 વાગ્યે થયો હતો.


નેવીના જણાવ્યા અનુસાર હુમલા સમયે જહાજ યમનના એડન પોર્ટથી લગભગ 111 કિમી દૂર એડનની ખાડીમાં હતું. હુમલા પછી તરત જ જહાજે મદદ માટે સિગ્નલ મોકલ્યાં હતાં. જહાજમાં 22 ક્રૂ મેમ્બર છે જેમાંથી 9 ભારતીય છે. હુમલામાં કોઈને નુકસાન થયું નથી. ડ્રોન હુમલાની માહિતી મળતાં જ નેવીએ યુદ્ધ જહાજ INS વિશાખાપટ્ટનમને મદદ માટે રવાના કરી દીધું હતું.

રાત્રે લગભગ 12.30 વાગે યુદ્ધ જહાજ ત્યાં પહોંચ્યું અને હુમલાનું નિરીક્ષણ કર્યું. આગથી જહાજને નુકસાન થયું ન હતું. બોમ્બ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જહાજ તેની આગળની યાત્રા ચાલુ રાખી શકે છે. જો કે આ હુમલો કોણે કર્યો તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.