વિવાદોમાં રહેવા ટેવાયેલીજામનગરની જી.જી. હોસ્પિટલમાંચાલુ ઓપરેશને ફોટો સેશન કરીતેને સોશિયલ મીડિયામાં વાયરલકરનાર 2 ડોક્ટરોના કરતૂત બહારઆવતા ભારે ચકચાર મચી જવાપામી છે. ઉલ્લેખનીય છે કે,મેડિકલના નિયમ મુજબ આવી રીતેચાલુ ઓપરેશનના ફોટા મૂકીશકાતા કે પાડી શકાતા નથી.જામનગર શહેરની સરકારી અનેસૌરાષ્ટ઼્રની સૌથી મોટી જી.જી.હોસ્પિટલમાં 4 દિવસ પહેલા એકમહિલાને બ્રેઈન સ્ટ્રોકનો હુમલોઆવતા ગંભીર હાલતમાં તેણીનેજી.જી. હોસ્પિટલમાં ખસેડવામાંઆવી હતી જ્યાં મોડીરાત્રે તેના પરસર્જરી કરવામાં આવી હતી.
ન્યુરોસર્જન તેમજ અન્ય ડોક્ટર જેમાં ડો.પ્રતિક તેમજ ડો. ઈશ્વર હાજરહતા. તેમણે ચાલુ ઓપરેશનેમહિલાનું મગજ ખૂલેલી હાલતમાંતેની સાથે પોતાના ફોટા પડાવ્યાહતા. તેમજ ઓપરેશન સફળ થયુંહોય તેમ સફળતાની ચિન્હોદેખાડતા ચાલુ ઓપરેશને ફોટામોબાઈલમાં પાડ્યા હતા.એટલું જ નહીં તેમણે આ ફોટાપોતાના સોશિયલ મીડિયાએકાઉન્ટમાં મૂક્યા હતા. જે બહારઆવતા ભારે હોબાળો મચી જવાપામ્યો હતો. આવી રીતે ચાલુઓપરેશને દર્દીના જીવને જોખમમાંમૂકી ફોટોગ્રાફી કરવાની ઘેલછા એનિયમોનું સદંતર ઉલ્લંઘન છે. ત્યારેહવે કોલેજ મેનેજમેન્ટ પણ બંનેવિદ્યાર્થીઓ પર પગલાં લેવાનીતૈયારીઓ કરી રહ્યા છે.