Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ ટેસ્લાના સીઈઓને નેશનલ ટેલિવિઝન પર આવીને લડવાનો પડકાર ફેંક્યો હતો, જેને મસ્કે સ્વીકાર્યો છે.

મસ્કે કહ્યું કે જો માદુરો આ ફાઈટ હારી જશે તો તેમણે રાજીનામું આપવું પડશે અને જો તે જીતશે તો હું તેમને મંગળની મફત યાત્રા કરાવીશ.

માદુરોએ કહ્યું- મસ્ક જ્યાં કહે ત્યાં લડવા માટે તૈયાર
આ પહેલા સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં માદુરોએ કહ્યું હતું કે મસ્ક પોતાના હથિયારો અને સેના સાથે વેનેઝુએલા પર હુમલો કરવા માંગે છે. તેઓએ પૈસા અને ઉપગ્રહથી આર્જેન્ટિનાને કબજે કરી લીધું છે અને હવે વિશ્વને નિયંત્રિત કરવા માંગે છે.

માદુરોએ કહ્યું કે તેઓ શાવેઝનું બાળક છે. તે કોઈથી ડરતા નથી. મસ્ક જ્યાં કહે ત્યાં જવા તૈયાર છે. માદુરોએ એમ પણ કહ્યું કે જેણે પણ તેની સાથે ગડબડ કરવાનો પ્રયાસ કર્યો તેનો વિનાશ થઈ જશે.

મસ્કે કહ્યું- માદુરો સાથે ખરી લડાઈ થશે
માદુરોની આ ચેલેન્જ પછી મસ્કે સોશિયલ મીડિયા પર લખ્યું- હું ચેલેન્જ સ્વીકારું છું. પરંતુ મને ખાતરી છે કે તેઓ હારી જશે.

મસ્કે વધુમાં કહ્યું કે માદુરો મજબુત બાંધાના માણસ છે. તેઓ લડાઈ વિશે ઘણું જાણે છે તેથી તેમની સાથે ખરી લડાઈ થશે. ઝકરબર્ગ નાનો છોકરો છે તેથી તેની સાથે નાની લડાઈ થશે.