નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક કોંગ્રેસી નેતાઓને નોટિસ પાઠવી છે. તેમને આવતા અઠવાડિયે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી. અગાઉ કોંગ્રેસનેતા રાહુલ આ કેસના સંદર્ભમાં ગાંધી અને કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી.
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે દિલ્હીમાં ED દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવશે. તેણે 19 સપ્ટેમ્બરે કહ્યું હતું કે નેશનલ હેરાલ્ડ કંપની સાથે મેં કરેલા કેટલાક વ્યવહારો અંગે મને પૂછપરછ કરવામાં આવી હતી.