મુંબઈ:ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)થી હટવું લગભગ નક્કી મનાય રહ્યું છે. રિપોર્ટ અનુસાર, જાડેજા હવે નવી સિઝનમાં IPLની કોઈ નવી ટીમ તરફથી રમી શકે છે.
તે પોતાને IPL ટ્રાન્સફર વિન્ડો માટે ઉપલબ્ધ કરાવશે. જાડેજા અને ચેન્નાઈ હાલ સંપર્કમાં નથી. IPLની 15મી સિઝનના પ્રારંભે ચેન્નાઈએ જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો. જોકે, ટીમના ખરાબ પ્રદર્શન બાદ જાડેજાએ કેપ્ટન્સી છોડી હતી.
ટીમના ફોર્મની અસર જાડેજાના પ્રદર્શન પર પડી હતી અને તેણે સિઝનની 10 મેચમાં 116 રન કર્યા, 5 વિકેટ ઝડપી હતી.