બક્સર જિલ્લાના ડુમરાંવ સ્ટેટના મહારાજા કમલ બહાદુરસિંહ પહેલી લોકસભા ચૂંટણીમાં અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા હતા. તે સમયે તેઓ સૌથી યુવા સાંસદ (26 વર્ષ) હતા અને દેશનાં રજવાડાંઓના છેલ્લા મહારાજા પણ હતા. ત્યાર શાહબાદ પશ્ચિમ સંસદીય ક્ષેત્ર હતું. તેઓ પ્રથમ સંસદીય સમિતિના સભ્ય પણ હતા.
1956માં લેહ-લદ્દાખમાં પીવાના પાણીની સમસ્યા હતી. લગભગ 11 હજાર ફૂટની ઊંચાઈએ આવેલાં અનેક ગામોમાં લોકોને પાણી મળતું ન હતું. તે સમયે લદ્દાખ પર ચીનનું ઘણું દબાણ હતું. તેમણે તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પાસેથી વિશેષ પરવાનગી માંગી હતી.
પહેલાં તો પીએમ તેમને રોકવા માંગતા હતા, પરંતુ બાદમાં મંજૂરી આપી અને રિપોર્ટ આપવા કહ્યું. કમલસિંહે ત્યાં બે અઠવાડિયાં રહીને રિપોર્ટ તૈયાર કર્યો. બાદમાં પીએમએ આ રિપોર્ટમાં કરાયેલી ભલામણોનો અમલ કર્યો. લેહ-લદ્દાખની પ્રાકૃતિક સુંદરતા અને અનોખી સંસ્કૃતિ આખી દુનિયામાં પ્રખ્યાત છે. કમલસિંહના પ્રયાસોને કારણે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોવાની પુષ્ટિ કરતા મહારાજાના નજીકના મિત્ર રણજિતસિંહ રાણા જણાવ્યું હતું કે લગભગ 11 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત લદ્દાખમાં વરસાદ મુખ્યત્વે બરફના રૂપમાં પડે છે. મહારાજાની પહેલ પર કૃત્રિમ ગ્લેશિયર નિર્માણની પદ્ધતિ પર કામ શરૂ થયું, જેના પછી પર્યટનની શક્યતાઓ વધી.