કચ્છી ભાનુશાળી પદયાત્રી સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટથી કચ્છ માતાના મઢે પદયાત્રાનું આયોજન કરાયું છે. પદયાત્રી સંઘ તા. 6 ઓક્ટોબરને શુક્રવારે સવારે 8.15 કલાકે પ્રસ્થાન કરશે. જે ભાવિકોને પદયાત્રામાં જોડાવું હોય તેઓએ અગાઉથી નામ નોંધાવવા હિંગળાજ માતાજીનું મંદિર, 7-ગોકુલનગર, માર્કેટિંગ યાર્ડ પાસે, રાજકોટ ખાતે કિશોરસિંહ ચુડાસમાનો સંપર્ક કરવાનો રહેશે. આ યાત્રા સંઘ માટે કોઇ ફી કે ચાર્જ લેવામાં આવતો નથી. કચ્છી ભાનુશાળી પદયાત્રી સંઘ દ્વારા દર વર્ષે નવરાત્રી પર્વ અંંતર્ગત રાજકોટથી માતાના મઢ સુધી પદયાત્રા યોજવામાં આવે છે. જેમાં રાજકોટના અનેક ભાવિકો આ પદયાત્રા સંઘનો લાભ લે છે.