Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચીન દ્વારા કરાતી જાસૂસીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ગુપ્ત પોલીસ સ્ટેશન ચલાવી અસંતુષ્ટ અને લોકતંત્ર સમર્થક ચીનના નાગરિકોની જાસૂસી કરતું હતું. અમેરિકાની ગુપ્તચર એજન્સી એફબીઆઈએ તેનો પર્દાફાશ કર્યો છે. આ મામલે એજન્સીએ બે લોકોની ધરપકડ પણ કરી છે. જેમનાં નામ લુ જિયાનવાંગ (61) અને ચેન જિનપિંગ (59) છે. બંને અમેરિકાના નાગરિક છે.


અલ જઝીરાના રિપોર્ટ પ્રમાણે ચાઈનાટાઉનમાં આ સ્ટેશન ફેબ્રુઆરી 2022માં સ્થાપિત કરાયું હતું. બેજિંગના જાહેર સુરક્ષા મંત્રાલય દ્વારા આ સ્ટેશન સંચાલિત થતું હતું. આ સ્ટેશનથી 40 એમપીએસ અધિકારીઓ અને ચાર અન્ય પણ જોડાયેલા હતા.

અગાઉ પણ ચીન પર અમેરિકા જ નહીં, બ્રિટન, ભારત, પાકિસ્તાન, સિંગાપોર સહિત અનેક દેશોમાં જાસૂસીના આરોપ લાગી ચૂક્યા છે. હાલમાં જ ચીનનું એક શંકાસ્પદ બલૂન અમેરિકાના આકાશમાં તોડી પડાયું હતું, જેથી બંને દેશ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. આ દરમિયાન બ્રિટને પણ આરોપ મૂક્યો હતો કે, ચીનની મોટા ભાગના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સમાં ચિપની મદદથી જાસૂસી કરે છે.